ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નોટિસ : ક્લાસ-ટુ 42 ડોક્ટર્સને નોટિસ ફટકારવામાં આવતા 34 તબીબ હાજર મોરબી : કોરોના મહામારી વચ્ચે પણ મોરબી જિલ્લામાં ક્લાસ વન અને ક્લાસ ટુ ડોક્ટર્સ પોતાની ફરજ ઉપર હાજર ન થતા 12 કલાસ વન અને 42 ક્લાસ ટુ ડોક્ટર્સને નોટિસ ફટકરાવામાં આવતા 34 તબીબો કોવિડ ડ્યુટીમાં હાજર થઇ ગયા છે જયારે 8 તબીબોએ બોન્ડ ફી ભરી દીધી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. તબીબી અભ્યાસ પૂર્ણ કરનાર તબીબોને સરકારના નિયમોને અનુસરી ગ્રામ્ય સ્તરે ફરજ બજાવવાની હોય છે પરંતુ મોરબી જિલ્લામાં 12 ક્લાસ વન તબીબો કોરોના કાળમાં પણ ફરજ ઉપર હાજર ન થતા તમામને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. દરમિયાન ક્લાસ-ટુ 42 તબીબો ફરજ ઉપર હાજર થયા ન હોવાથી નોટિસ ફટકારવામાં આવતા 34 તબીબો હાજર થઈ ગયા છે અને હાલમાં કોવિડ ડયૂટી સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં ફરજ સોંપવામાં આવી હોય તેવા 42 ક્લાસ ટુ ડોક્ટર્સ પૈકી 8 ડોક્ટર્સે બોન્ડની રકમ ભરપાઈ કરી હોવાનું પણ સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.