દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી તેમજ રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી સવારના ૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી મોરબી : મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોય ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તે માટે દલવાડી ચોકડીથી લીલાપર ચોકડી સુધી તથા રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી સવારના ૦૭:૦૦ કલાક થી રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી તા.૦૮/૦૧/૨૦૨૧ સુધી ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ માટેનું જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઈટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જહેરનામાની જોગવાઈઓના અમલમાથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.