ઉપવાસ છાવણીમાં આવેલા ડીવાયએસપી અને પ્રાંત અધિકારીને નેહુલ અમૃતિયાએ આમંત્રણ પત્ર સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી : જેતપર ખેડૂત આંદોલનમાં આજે સરકાર દ્વારા ખેડૂતોને લેખિત આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ પત્ર લઈને અધિકારીઓ ખેડૂતો સમક્ષ પહોંચ્યા હતાં. જો કે ખેડુતોએ આ આમંત્રણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને માંગણીઓ અંગે લેખિત આપવા જણાવ્યું છે. આજે બપોરે જિલ્લા કલેકટરે જાહેર કર્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે લેખિત આમંત્રણ પત્ર આપવામાં આવ્યું છે. આ આમંત્રણ પત્ર ખેડૂતોને આપવામાં આવશે. ત્યારબાદ તુરંત ડીવાયએસપી અને પ્રાંત અધિકારી લેખિત આમંત્રણ પત્ર લઈ ઉપવાસ છાવણીમાં પહોંચ્યા હતા. અહીં ઉપવાસી નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે અગાઉ SDM અને કલેક્ટર દ્વારા મૌખિક રજૂઆતને બદલે લેખિતમાં માંગણીઓ આપવા જણાવવામાં આવતા, ખેડૂતોએ અડધી કલાક બેસીને 6 મહત્વના મુદ્દાઓ પોઇન્ટ ટુ પોઇન્ટ લેખિતમાં સુપરત કર્યા હતા.નેહુલ અમૃતિયાએ વધુમાં જણાવ્યું કે અમારી માંગ એવી હતી કે આ 6 મુદ્દાઓમાં સરકાર શુ કરી શકે તે લેખિત આપે. સરકાર દ્વારા જે પત્ર આપવામાં આવ્યો છે તેમાં આ મુદ્દાઓનો માત્ર ટેકનિકલી અભ્યાસ કર્યાનો ઉલ્લેખ છે, પરંતુ માંગણીઓ સ્વીકારવા બાબતે કોઈ સ્પષ્ટ લેખિત ખાતરી આપવામાં આવી નથી. આથી, ખેડૂતોએ આ પત્રનો અસ્વીકાર કર્યો છે.#MorbiUpdate #MorbiNews #NehulAmrutiya #FarmersProtest #GujaratFarmers #Morbi