ટંકારા: સમગ્ર હાલાર અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો ગગડતાની સાથે જ ટંકારા પંથકમાં આજે વહેલી સવારે કુદરતનો લાજવાબ મિજાઝ જોવા મળ્યો હતો. ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ જતાં સમગ્ર પંથક સફેદ ચાદરમાં લપેટાયેલું નજરે પડ્યું હતું.ઓછી વિઝિબિલિટીને કારણે વાહનચાલકો અટવાયાવહેલી સવારે ધુમ્મસ એટલું ગાઢ હતું કે હાઈવે પર વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી. જેને કારણે મોરબી-રાજકોટ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને લાઈટો ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધવાની ફરજ પડી હતી. આવતીકાલે 'અતિ તીવ્ર ઝાકળ વર્ષા' ની સંભાવનાહવામાનના મિજાજને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતીકાલે 11 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે અતિ તીવ્ર ઝાકળ વર્ષા થઈ શકે છે. ભેજનું પ્રમાણ વધવાને કારણે ખેતરોમાં મોતી જેવા ઝાકળના બિંદુઓ જોવા મળશે. આ બદલાયેલા વાતાવરણની સીધી અસર શિયાળુ પાક પર જોવા મળી શકે છે, જે ખેડૂતો માટે ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાનો વિષય બન્યો છે.