શહેરની રવાપર ચોકડી અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે યુવાનોએ સ્વયંભૂ એકત્રિત થઈ ખુશી વ્યક્ત કરીમોરબી : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મમતા બેનરજીની સરકારની હાર થતા મોરબી શહેરમાં તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન આવતા મોરબી શહેરના બિન રાજકીય યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈપણ રાજકીય પક્ષના નેજા હેઠળ જોડાયા વિના, મોરબીના આ યુવાનોએ સ્વયંભૂ રીતે એકત્રિત થઈને આ પરિણામોને વધાવી લીધા હતા. યુવાનો દ્વારા શહેરની સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે તેમજ ધમધમતા વિસ્તાર એવી રવાપર ચોકડી ખાતે ફટાકડા ફોડીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોની અસર છેક મોરબીના સામાન્ય યુવાનો સુધી જોવા મળી હતી અને તેઓએ રસ્તા પર ઉતરીને વિજયના વધામણા કર્યા હતા.#MorbiUpdate #MorbiNews #WestBengalElection #ElectionResults #MamataBanerjee #MorbiYouth #Celebration #RavaparChokdi #GujaratNews