બંને ગામના 125 થી વધુ ખેડૂતો આંદોલન સ્થળે પહોંચ્યામોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે વીજ કંપની દ્વારા ખેડૂતોની માલિકીના ખેતરોમાં બળજબરીથી વીજપોલ ઊભા કરવા સામે ચાલી રહેલા બિનરાજકીય ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો છે. આ લડાઈમાં હવે આજુબાજુના ગામો પણ જોડાવા લાગ્યા છે, જેમાં બંધુનગર અને મકનસર ગામના ખેડૂતોએ આંદોલનને પોતાનો સંપૂર્ણ બિનરાજકીય ટેકો જાહેર કર્યો છે.ગઈકાલે રાત્રે બંને ગામના 125 થી વધુ ખેડૂતો જેતપર આંદોલન સ્થળે રૂબરૂ પહોંચ્યા હતા અને આંદોલનકારીઓને તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ખેડૂતોએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, 'જ્યારે પણ જરૂર પડશે ત્યારે હાકલ કરજો, અમે ખેડૂતોની લડાઈમાં સાથે ઊભા રહીશું.' આ સાથે જ ખેડૂતોએ હિતની આ લડાઈમાં જીત ન મળે ત્યાં સુધી પાછા ન હટવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.ખાસ કરીને, બંધુનગર ગ્રામ પંચાયતે પોતાના સત્તાવાર લેટરપેડ પર લખાણ કરીને આ ખેડૂત આંદોલનને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. પંચાયત અને ગામના તમામ ખેડૂતોએ જણાવ્યું છે કે, વીજ કંપનીની મનમાની સામે આંદોલન સમિતિ જે પણ નિર્ણય લેશે, તેમાં આ ગામ પૂરેપૂરો સાથ-સહકાર આપશે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #Bandhunagar #Makansar #KhedutAndolan #MorbiNews #GujaratFarmers