મોરબી : મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી એસોસિયેશનની સાધારણ સભામાં વર્તમાન પ્રમુખની તબિયત નાદુરસ્ત રહેતા રાજીનામું આપ્યું હતું.જેથી સભામાં પ્રમુખ અને મહામંત્રીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી એસોસિયેશનની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વર્તમાન પ્રમુખ ભરતભાઇ બોરસાનીયાની તબિયત નાદુરસ્ત રહેતા રાજીનામું આપેલ હતું. તેથી મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી એસોસિયેશનની નવી ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ કાસૂન્દ્રા અને મહામંત્રી તરીકે રવિભાઈ હુંબલની સર્વાનુમત્તે બિન હરીફ વરણી કરવામાં આવી હતી.