મોરબી : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની MSME કમિટીમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. મોરબીના પ્રથમ હરોળના ઉદ્યોગકાર મુકેશ કુંડારીયાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની MSME કમિટીમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે MSME કમિટી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એટલે કે સુક્ષ્મ, લઘુ અને મઘ્યમ પ્રકારના ઉદ્યોગો માટે કાર્યરત છે. જેથી, હવે મોરબીના નાના અને મઘ્યમ ઉદ્યોગોને મુકેશ કુંડારીયાના જ્ઞાન અને અનુભવનો લાભ મળતા ઉદ્યોગોની સમસ્યાનો હલ મળશે.