મોરબી : તરણેતરમાં યોજાતા ભાતીગળ લોકમેળામાં દર વર્ષે પશુ પ્રદર્શન હરિફાઈ યોજાય છે. જેમાં આ વર્ષે યોજાયેલી ગીર ગાય (વોડકી) વિભાગમાં મોરબીની ક્રિષ્ના ગાયનો ત્રીજો નંબર આવ્યો છે.તરણેતરના લોકમેળામાં મોરબી જિલ્લામાંથી પશુપાલન વિભાગે બંધુનગરના ત્રિગુણભાઈ નાગજીભાઈ કૈલાની 21 મહિનાની ક્રિષ્ના નામની ગીર વાછડી ઉપર પસંદગી ઉતારી હતી અને તેને મેળામાં પ્રદર્શન માટે મોકલી હતી. ત્યારે મોરબની આ ક્રિષ્ના ગાયે ગીર ગાય (વોડકી) વિભાગમાં ત્રીજો નંબર મેળવીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ મોરબી જિલ્લાના પશુપાલન વિભાગે પણ હર્ષ અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે.