મોરબી : આજ રોજ જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આરીફ શેર શિયા અને કોઠી phcના મેડિકલ ઓફિસર ડૉ. સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ આજે 31 મેના તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં તમાકુના ખાવાથી થતા નુકશાન અને નાણાંકીય નુકશાન થતું હોય ત્યારે સમાજ માં એક સારા મેસજ મળે એ માટે સમાજમાં તમાકુ ન ખાવા અંગે પ્રા.આ કેન્દ્ર કોઠીના સબ સેન્ટર હોલમઢ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પી.આર ઝાલા અને એફ. એચ. ડબલ્યુ ગુલઝારૂનિશાબેન અને mphw વિશાલભાઈ તેમજ સ્ટાફ દ્વારા રેલી યોજાઈ અને તેના માટે શપથ લેવામાં આવ્યા છે.