મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે આગામી તારીખ 14 નવેમ્બરના રોજ શ્રી નકલંગ મંદિર તથા બગથળા ગામ સમસ્ત દ્વારા પટેલ સમાજવાડી બગથળા ખાતે રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં કલાકારો તરીકે વિજય ગઢવી , ભગવતી ગોસ્વામી,રાજુભાઈ આહીર ઉપસ્થિત રહેશે. 14 નવેમ્બર બપોરે અન્નકૂટ દર્શન તથા મહા પ્રસાદનું આયોજન પણ પટેલ સમાજવાડી બગથળા ખાતે કરવામાં આવ્યું છે. જેથી આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા જાહેર જનતાને શ્રી નકલંગ મંદિર તથા બગથળા ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.