બાળકો માટે ખાસ ટોય્સ રૂમની સુવિધા, જેથી હોસ્પિટલ જેવું લાગશે જ નહીં! નિષ્ણાંત ડો. આનંદ ભટાસણા અને ડો. તન્વી ભટાસણા આપશે શ્રેષ્ઠ સારવારમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે કાન, નાક, ગળાની બીમારીઓ તેમજ ફિઝિયોથેરાપી અને કસરતને લગતી સમસ્યાઓ માટે અન્ય મોટા શહેરોમાં ધક્કા ખાવાની જરૂર નથી. મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ પર 'આનંદ કાન, નાક, ગળા તથા કસરતની હોસ્પિટલ' કાર્યરત છે. જ્યાં એકદમ આધુનિક મશીનરી અને નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા સચોટ અને પરિણામલક્ષી સારવાર આપવામાં આવે છે.ડો. આનંદ જે. ભટાસણા (MBBS, MS ENT) દ્વારા કાન, નાક અને ગળાની સચોટ સારવારકાન, નાક અને ગળાના સર્જન ડો. આનંદ ભટાસણા દ્વારા ગળાના કાકડાની સારવાર, અવાજ બદલાઈ જવાની સારવાર, ચક્કરની સારવાર, થાયરોઈડનું ઓપરેશન, કાનના પડદાનું ઓપરેશન, કાનની હાડકીના સડાનું ઓપરેશન, નાકના ત્રાસા પડદાનું ઓપરેશન, નાકના મસાનું ઓપરેશન, કેન્સરની તપાસ, કાનની બહેરાશની સારવાર, કાનમાં તમરા બોલવા, કાનની બુટ સાંધવી, કાન વિંધવા, એલર્જીની સારવાર, મોઢા તથા ગળાની કોઈપણ ગાંઠનું ઓપરેશન, કાનમાં મેલ તથા રસીની સારવાર જેવી અનેક સમસ્યાઓની આધુનિક એન્ડોસ્કોપ તથા માઈક્રોસ્કોપથી સચોટ તપાસ અને સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત કાન, નાક તથા ગળામાં ફસાયેલી કોઈપણ વસ્તુની ઈમરજન્સી સારવાર પણ અહીં ઉપલબ્ધ છે.ડો. તન્વી એ. ભટાસણા (PT, BPT, MPT Neuro) દ્વારા કસરત અને ન્યુરોલોજીકલ સારવારકસરતના નિષ્ણાંત ડોક્ટર તન્વી ભટાસણા દ્વારા બાળકોને લગતી ગંભીર સમસ્યાઓ જેવી કે વિકાસમાં વિલંબ, બોલવામાં મોડું થવું, ઓછી સમજણ શક્તિ, સ્નાયુની નબળાઈ, ADHD અને ઓટીઝમની ખૂબ જ કાળજીપૂર્વક સારવાર કરાઈ છે. આ સાથે ન્યુરોલોજીકલ સમસ્યાઓ જેવી કે સ્ટ્રોક, સાઈટીકા, નર્વ ઈન્જરી, બેલ્સ પાલ્સી, GBS અને ચક્કર આવવા જેવા ગંભીર રોગોમાં પણ સચોટ કસરત દ્વારા રાહત આપવામાં આવે છે. દર્દીઓને સતાવતી ઓર્થોપેડિક સમસ્યાઓ જેમ કે સાંધા તથા કમરનો દુખાવો, ગરદન તથા ખભાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, મોઢું ખોલવામાં પડતી તકલીફ અને ફ્રેક્ચર કે ઓપરેશન પછી શરીરની જકડામણ દૂર કરવા માટે પણ અહીં શ્રેષ્ઠ માર્ગદર્શન અને થેરાપી મળે છે. ખાસ કરીને બાળકોના માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે અતિ આધુનિક સ્પીચ થેરાપી અને ABA થેરાપીની ઉત્તમ સુવિધા પણ ઊભી કરવામાં આવી છેબાળકો માટે ખાસ ટોય્સ રૂમ (રમકડાંનો રૂમ)આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા અને આકર્ષણનું કેન્દ્ર એ છે કે અહીં બાળકો માટે એક ખાસ 'ટોય્સ રૂમ' બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે બાળકો હોસ્પિટલના નામથી અને વાતાવરણથી જ ડરતા હોય છે, પરંતુ અહીંનું વાતાવરણ એવું સુંદર અને હકારાત્મક બનાવવામાં આવ્યું છે કે બાળકોને આ જગ્યા હોસ્પિટલ જેવી લાગશે જ નહીં! રમતા-રમતા અને હસતા-હસતા બાળકોની થેરાપી અને સારવાર થઈ જાય તેવું સુંદર આયોજન હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું છે.આજે જ મુલાકાત લો અને મેળવો નિષ્ણાત ડોક્ટર્સનું યોગ્ય માર્ગદર્શન. આનંદ હોસ્પિટલ, જુની ક્રિષ્ના હોસ્પિટલ વાળી જગ્યા, ડી-માર્ટની બાજુમાં, રામ ચોક, સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબી મો.9274798272#Morbi #MorbiUpdate #AnandHospital #ENTSpecialist #Physiotherapy #HealthCareMorbi #MorbiNews #MorbiDoctors #SpeechTherapy #ABATherapy #ChildCare #MorbiCity