મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં કોરોના વાયરસથી રક્ષણ મેળવવાના હેતુસર સોસોયટીના સભ્યો સિવાય અન્ય લોકો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. જેના માટે નો એન્ટ્રીના બેનર લગાવવામાં આવ્યા છે. આમ, કોરોનાથી સાવચેતીના ભાગરૂપે તા. 31 માર્ચ સુધી આલાપ પાર્કમાં અન્ય લોકો માટે નો એન્ટ્રી રહેશે.