મોરબી જિલ્લા પોલીસ વડાએ 3 વાગ્યે દુકાનો બંધ કરવાના અગાઉ જાહેર કરેલા નિર્ણય અંગે ચોખવટ કરી મોરબી : મોરબીમાં આજે પોલીસ તંત્ર દ્વારા 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રેહશે અને આ અંગે નવું જાહેરનામું પણ બહાર પડાશે તેવી જાહેરાત કર્યા બાદ તમામ દુકાનો આજે 3 વાગ્યે બંધ થઈ ગઈ હતી. જોકે આ મુદ્દે સાંજ સુધી કોઈ જાહેરનામું બહાર ન પડાતા અંતે આ મુદ્દે પોલીસે ચોખવટ કરી હતી કે જાહેરનામમાં કોઈ ફેરફાર નથી. દુકાનો 3 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વયંભૂ નિર્ણય લેવાયો છે. જેથી અમે લોકોને આ નિર્ણય મુજબ દુકાનો બંધ કરવા અપીલ કરી છે. આ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ નિર્ણય લેવાયો છે કે મોરબીની તમામ દુકાનો 3 વાગ્યે બંધ રાખવામાં આવશે. જેથી પોલીસ દ્વારા વેપારીઓને 3 વાગે દુકાનો બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. જ્યારે સમયમાં ફેરફાર અંગેના નવા જાહેરનામા અંગે તેઓએ ચોખવટ કરી હતી કે જાહેરનામમાં કોઈ ફેરફાર નથી, 3 વાગ્યે દુકાનો બંધ કરવાનો નિર્ણય વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ લેવામાં આવ્યા છે. જોકે આજે દુકાનો 3 વાગ્યે બંધ કરવા બાબતે પોલીસ તંત્ર દ્વારા કરાયેલી અપીલ અને આ બાબતે કોઈ નવું જાહેરનામુના આવતા વેપારીઓમાં ભારે કન્ફ્યુઝન સર્જાયું હતું. અંતે આ બાબતે જિલ્લા પોલીસ વડા સાથે મોરબી અપડેટે આ મુદ્દે વાત કરતા તેઓએ સમગ્ર મામલે ચોખવટ કરી હતી. જેથી કોઈ નવું જાહેરનામું ના આવે ત્યાં સુધી જાહેરનામા મુજબ જે વેપારીઓએ 5 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવી હોય તે રાખી શકે છે. કારણ કે આ નિર્ણય તંત્રનો નહીં વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ લેવાયો છે. અને હજુ સુધી જાહેરનામમાં સમય બાબતે કોઈ ફેરફાર કરાયો નથી.