મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ લોકપાલને કરી શકાશેમોરબી : મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે.કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા સંબંધિત ફરિયાદ, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ મેળવી શકશે અને મોરબી જિલ્લાની જનતા તેઓને મનરેગા સંબંધિત ફરિયાદ મોબાઈલ ઉપર, ઇમેઈલ દ્વારા કે લેખિતમાં કરી શકશે. કેશવજીભાઇ અઘારાનો મોબાઈલ નંબર ૯૫૧૨૦૦૧૬૧૦ છે અને તેમનો ઈમેઈલ ombudspersonmorbi@gmail.com છે. તેઓની કચેરીનું સરનામું રૂમ નં. ૧૪૮, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ભવન, સો ઓરડી, મોરબી છે.