મોરબી : મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર અમૃતલાલ પંડ્યાની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.નિતીનકુમાર પંડ્યાએ વર્ષ 2002માં બી.કોમ પૂર્ણ કરી વર્ષ 2005માં LLB કર્યું હતું. તેઓને વર્ષ 2006માં એડવોકેટ તરીકે સનદ મળ્યા બાદ પણ અભ્યાસ ચાલુ રાખી વર્ષ 2012માં LLM ક્રિમિનલ અને વર્ષ 2018 માં LLM હુમન રાઈટ કર્યું હતું. તેઓ મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલ તેઓ મોરબી શહેર બીજેપી લીગલ સેલમાં ઉપપ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેમના સગાસંબંધીઓ, મિત્ર વર્તુળમાંથી તેમના ફોન નંબર 8160188816 પર સતત શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.