મોરબી : મોરબીના વાવડી બાયપાસ પાસે આવેલા ભગવતી હોલ ખાતે પદયાત્રીકો માટે નીતિ વિજય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મા આશાપુરાના દર્શને જતા પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પનો પ્રારંભ તારીખ 11 સપ્ટેમ્બરથી થશે અને 16 સપ્ટેમ્બર સુધી ભગવતી હોલ ખાતે આ સેવા કેમ્પ ચાલશે. જેમાં પદયાત્રીઓ માટે જમવાની, રહેવાની અને મેડિકલ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે સંજયભાઈ (મો.નં. 90335 98000), પ્રવીણભાઈ પઢારીયા (મો.નં. 99782 93231), વસંતભાઈ (મો.નં. 98790 14631) નો સંપર્ક કરવા જણાવ્યું છે.