મોરબી : મોરબીના આમરણ (ચોવીસી) ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આમરણ (ચોવીસી) ગ્રામ પંચાયતના સરપંચ પદે ઈસ્ત્રીના નિશાન સાથે ચૂંટણી લડેલા નિર્મળાબેન કાળુભાઈ અઘેરા વિજયી થયા છે. નિર્મળાબેન અઘેરા 265 મતે વિજેતા બન્યા છે. જેને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ગ્રામજનોએ મતગણતરી કેન્દ્ર બહાર ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સરપંચ પદે ચૂંટાયેલા નિર્મળાબેનના પતિ કાળુભાઈ અઘેરાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા ગામમાં 5 હજારની વસતી છે. ગામની તમામ સમસ્યાઓનો નિકાલ કરવામાં આવશે. પાણી, ગટર, લાઈટ, રસ્તા જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.