મોરબી : ટંકારાની લાઇફ લિંક્સ વિદ્યાલય ખાતે તા. 12 થી 14 ડિસેમ્બર દરમ્યાન જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પંચાયત કચેરી મોરબી દ્વારા બેદિવસી જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન- 2024-25 યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોરબીની નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થી ગોપાણી અંશ ભરતભાઈ અને પાંચોટિયા દેવ અરવિંદભાઈ માધ્યમિક વિભાગમાં પરિવહન અને સંચાર વિભાગમાં આઈ.આર. રોબર્ટ બનાવી કૃતિ રજૂ કરી હતી. અને આ કૃતિ જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે સિલેક્ટ થઈ હતી. ત્યારે આ બંને વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષક મનીષભાઈ જોશીને નિર્મલ વિદ્યાલય પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news