મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. શાળાના 87 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. શાળાના 22 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં 200માંથી 150થી ઉપર માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 60 જેટલા વિદ્યાર્થીઓએ 100થી વધુ માર્ક્સ મેળવ્યા છે.