મોરબીના ગ્રીન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવ વર્ષીય યશરાજસિંહ ઝળહળતા પ્રદર્શન સાથે 'મેન ઓફ ધ મેચ' બન્યોમોરબી : મોરબીના ગ્રીન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી અંડર-14 એક-દિવસીય ક્રિકેટ મેચમાં 9 વર્ષની ઉંમરના યશરાજસિંહ ઝાલાએ ધમાકેદાર બેટિંગ અને બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે ફક્ત 81 બોલમાં 111 રન ફટકારી 15 ચોગ્ગા માર્યા, તેમજ બોલિંગમાં 7 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને 'મેન ઓફ ધ મેચ'ના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો.મહત્વનું છે કે, મોરબીમાં તા.23 ફેબ્રુઆરીને રવિવારના રોજ ગ્રીન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં અંડર-14' ની વયજૂથમાં એક-દિવસીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન એક નાનો એવો રમતવીર કે જેની ઉમર ફક્ત નવ વર્ષની જ હોવા છતાં પણ તે તેનાથી મોટી વયજૂથના ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી ખૂબ જ શાનદાર અને જળહળતું પ્રદર્શન કરી બતાવેલ છે, તેણે પોતાની બેટિંગ દરમિયાન ફક્ત 81 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 111 રન ફટકાર્યા હતા , આ ઉપરાંત તેણે પોતાની બોલિંગમાં પણ 7 ઓવરમાં માત્ર 12 રન આપીને મહત્વની 3 વિકેટ્સ પણ ચટકાવી હતી અને પોતાની ટીમને જંગી જીત આપવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તે માટે તેને 'મેન ઓફ ધ મેચ' ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.