મોરબી : મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા નવ જુગારીઓને રોકડા રૂપિયા 13 હજાર સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન જામ્બુડિયા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મનોજભાઇ દેવજીભાઇ ઇન્દરીયા, નરેશભાઇ દેવશીભાઇ સારલા, પ્રદેશભાઇ દેવજીભઇ ઇન્દ્રીયા, કમલેશભાઇ અમરશીભાઇ ખરા, ઇકાભાઇ અબ્રામભાઇ મુંધવા, કાદરભાઇ બચુભાઇ ભરવાડીયા, જગમાલભાઇ રતીલાલ ઇન્દરીયા, ભરતભાઇ કરશનભાઇ ઇન્દરીયા અને અરવિંદભાઇ મુળુભાઇ પરમાર નામના જુગારી રોકડા રૂપિયા 13 હજાર સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.