વીજ કંપની અને સરકાર સામે હવે બે મોરચે લડાઈ : જેતપરના ખેડુતોએ મંગળવારે પદયાત્રાનું એલાન કર્યું તો નીલેશ એરવાડિયાએ પણ લડતની જાહેરાત કરી ખેડૂતોની સુરક્ષા અને હકો માટેની લડતના મોરબી જિલ્લાથી થશે શ્રીગણેશ, તમામ 18 વર્ણના લોકો જોડાશે: નિલેશ એરવાડિયામોરબી : વીજલાઈનના વળતરને લઈ મોરબીના જેતપરથી શરૂ થયેલા ખેડૂત આંદોલનને રાજ્યભરમાંથી સમર્થન મળી રહ્યું છે. જો કે તાજેતરમાં ઉપવાસ આંદોલન દરમિયાન નિલેશ એરવાડિયા ઉપર હકાભા ગઢવીએ ગંભીર આક્ષેપો કર્યા બાદ તેમને જેતપર છાવણીથી છુટ્ટા કરી દેવાયા હતા. ત્યારબાદ જેતપરના ખેડુતોએ મંગળવારે વિશાળ પદયાત્રા યોજી કલેકટરને આવેદન આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તો બીજી તરફ નિલેશ એરવાડિયાએ સરદાર સેના સંગઠન રચી આગામી શનિવારના રોજ ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. આમ અત્યારે ખેડૂતોના પ્રશ્ને બે મોરચે લડાઈના મંડાણ થયા છે. નિલેશ એરવાડિયાએ શુ જાહેરાત કરી?ખેડૂતોના પ્રશ્નો માટે એક નવા આંદોલનના મંડાણ થવા જઈ રહ્યા છે. ખેડૂત આગેવાન નિલેશ એવાડિયા દ્વારા મોરબી ખાતે એક પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોના હિતમાં 'સરદાર સેના' ની રચના કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ આગામી શનિવાર, તારીખ 18 ના રોજ મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ, જાતિ અને ધર્મના ખેડૂતોને એકઠા કરી એક મોટી 'કિસાન પંચાયત' નું આયોજન કરવામાં આવ્યું છે.સરકારી તંત્ર અને કંપનીઓની દાદાગીરી સામે 'સરદાર સેના' લડશેપત્રકાર પરિષદમાં નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ચાલી રહેલા અન્ય સંગઠનો કરતાં આ સેના તદ્દન અલગ રીતે કામ કરશે. દેશની સરહદો પર જેમ સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા કરે છે, તેમ 'સરદાર સેના' ખેડૂત સમાજની સુરક્ષા કરશે. આ સેનાની કામગીરી સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને બેજવાબદાર કંપનીઓ સામે હશે. જો સરકારી તંત્ર કાયદો અને બંધારણ ને નેવે મૂકીને ખેડૂતો સાથે મનમાની કે દાદાગીરી કરશે, તો સરદાર સેના પણ તેની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપશે. આ અભિયાનની શરૂઆત મોરબી જિલ્લાથી કરવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં સરદાર સેનાની રચના કરવામાં આવશે.નિલેશ એરવાડિયાએ 25 કરોડના આક્ષેપો પર આપ્યો સણસણતો જવાબતેમના પર લાગેલા 25 કરોડના સેટિંગના આક્ષેપો અંગે નિલેશ એરવાડિયાએ ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, 'મેં કોઈના 1 રૂપિયો પણ લીધો નથી. ભાજપના નેતાઓ અને આગેવાનોને પૂછવું જોઈએ કે આ સેટિંગ ક્યાં થયું હતું? કમલમમાં, ગાંધીનગરમાં, કૃષિ મંત્રી પાસે, ઊર્જા મંત્રી પાસે, ગૃહ મંત્રી પાસે કે મુખ્યમંત્રી પાસે? મેં કોઈ સેટિંગ કર્યું નથી.' તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ ખુમારી અને ખાનદાની પરિવારમાંથી આવે છે, તેઓ કોઈનાથી ડરતા નથી, વેચાતા નથી કે ઝૂકતા નથી. ભાજપના કેટલાક લોકો દ્વારા તેમને ડેમેજ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ ખેડૂતોની આઝાદી માટે છેલ્લા શ્વાસ સુધી લડતા રહેશે.ખેડૂતોની 56 જેટલી પડતર માંગણીઓ સાથે આરપારની લડતનિલેશ એરવાડિયાએ જણાવ્યું કે ખેડૂત સમાજની નાની-મોટી 56 જેટલી માંગણીઓ એકત્રિત કરવામાં આવી છે. ભારતના બંધારણ મુજબ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં ખેડૂતોને જે અધિકારો મળ્યા છે, તેવા જ હકો ગુજરાતના ખેડૂતોને પણ મળવા જોઈએ. આ ઉપરાંત જમીન સંપાદન અને રેન્ટ એગ્રીમેન્ટ જેવા અનેક મુદ્દાઓ છે, જેના પર સરકાર સાથે ટેબલ ટોક પર ચર્ચા કરવામાં આવશે. સરકાર જો ખેડૂતોની જરૂરિયાત મુજબની માંગણીઓ સ્વીકારશે તો જ તેમની સાથે સમાધાન થશે, નહીંતર ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે.સરદાર વલ્લભભાઈ પટેલ અને કેશુભાઈ પટેલના સપનાને સાકાર કરવાનો લક્ષ્યઆ સંગઠનનું નામ 'સરદાર સેના' રાખવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, સરદાર પટેલે 562 રજવાડાઓનું એકત્રીકરણ કરીને રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું અને તેઓ ખેડૂતોના મસીહા હતા. આ સેના કોઈ એક જ્ઞાતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં તમામ 18 વર્ણના ખેડૂતો જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું જે 'ગોકુળિયું ગામ', ખેતી, ખેડૂત અને વાડા બચાવવાનો અભિગમ હતો, તે જ સુવિચાર સાથે ખેડૂતોની આ લડત લડવામાં આવશે. ગુજરાતના યુવાનો અને ખેડૂતોના આહવાન પર સરકાર સામે લાલ આંખ કરી શકે તેવું આ ક્રાંતિકારી સંગઠન મેદાને ઉતારવામાં આવી રહ્યું છે.#MorbiUpdate #MorbiNews #NileshErvadiya #SardarSena #KisanPanchayat #MorbiFarmers #FarmersAgitation #GujaratPolitics #Morbi