મોરબી : મોરબીમાં આજે ઠેર ઠેર હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દર્પણ-2 સોસાયટીમાં આજે 12 એપ્રિલ ને શનિવારના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 7-30 કલાકેથી સુખીયા હનુમાનજીના મંદિરે હવનનું આયોજન કરાયું છે. આ હવન બપોરે 11-30 કલાકે પૂર્ણ થશે. જ્યારે સાંજે 6-30 કલાકે ઉમિયા ગરબી ચોકમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સાથે જ રાત્રે 9 કલાકે સુખીયા હનુમાનજીના મંદિરે સંતવાણીનું આયોજન કરાયું છે.