અવની ચોકડી, ગેસ્ટ હાઉસ રોડ અને કલેક્ટર કચેરી રોડ સહિતના વિસ્તારોમાં ગત રાત્રીએ સર્જાયેલા અંધારપટ્ટનો વિડીયો જાગૃત નાગરિકે કર્યો વાયરલમોરબી: મોરબી શહેરમાં ગત રાત્રે કોઈ કારણોસર અચાનક અસંખ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતાં મોટાભાગના મુખ્ય માર્ગો પર અંધારપટ છવાઈ ગયો હતો. જેમાં અવની ચોકડી, ગેસ્ટ હાઉસ રોડ તેમજ નટરાજ ફાટકથી પોસ્ટ ઓફિસ સુધી અને પોસ્ટ ઓફિસથી કલેક્ટર કચેરી રોડ સુધીના તમામ માર્ગો પર લાઈટો બંધ જોવા મળી હતી. આ ઉપરાંત કલેક્ટર રોડ ઉપર આવેલ હાઈ માસ્ટ ટાવરની તમામ લાઈટો પણ બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અત્યારે આખા મોરબી શહેરના લાઈટ વિભાગનું સંચાલન માત્ર 2 ગાડીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. આ ગંભીર સમસ્યા અંગે મોરબી મહાનગરપાલિકાના લાઈટ વિભાગના અધિકારી નૈમિસ મહેતાએ જણાવ્યું હતું કે, શહેરના ઘણા બધા વિસ્તારોમાંથી લાઈટો બંધ હોવાની ફરિયાદો અને પ્રશ્નો અમારા સુધી આવ્યા છે. અમારી ટેકનિકલ ટીમ લાઈટો પૂર્વવત કરવા માટે કામે લાગી ગઈ છે અને વહેલી તકે લાઈટો શરૂ કરી દેવામાં આવશે.#Morbi #MorbiNews #MorbiUpdate #Blackout #StreetLights #MorbiMahanagarpalika #PublicIssue #NightNews