8 વાગ્યા પૂર્વે જ દુકાનો ટપોટપ બંધ : બજારોમાં સન્નાટો મોરબી : મોરબીમાં અત્યારે રાત્રી કરફ્યુ શરૂ થઈ ગયું છે. 8 વાગે તે પૂર્વે જ બજારોમાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. બજારો સુમસામ બની ગઈ હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કરફ્યુનો ચુસ્ત પાલન કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મોરબીમાં કોરોના સંક્રમણ વધતા આજે રાત્રીના 8 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ દુકાનો 7:30થી 7:45 દરમિયાન બંધ થઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઘર તરફ વળ્યા હતા. હાલ બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ આયોજનબદ્ધ રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાએ પોલીસ દ્વારા લોકોને અટકાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કોઈ બિનજરૂરી રીતે બહાર નીકળ્યા હોય તો પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.