મોરબી : ખાખરાવાળી મેલડી માંના લાભાર્થે રાતાભેર ગામે શિવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો તા. 1-2-2025થી પ્રારંભ થશે. આ ક્રિકેટમાં ફાઇનલ વિનર ટીમને રૂ. 35,000 અને ટ્રોફી તેમજ રનર અપ ટીમને રૂ. 21,000 અને ટ્રોફી આપવામાં આવશે. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી 7700 રાખવામાં આવી છે. એ ટુર્નામેન્ટમાં LBW સિવાયના બધા નિયમો લાગુ પડશે. જેમાં મેન ઓફ ધ મેચ થનાર ખેલાડીને ટ્રોફી આપવામાં આવશે. ટુર્નામેન્ટ દરમ્યાન કોઈ પણ વાદ વિવાદ થશે તો આયોજકનો નિર્ણય આખરી રહેશે. મેન ઓફ ધ સિરીઝને ટ્રોફી આપવામાં આવશે. બધા મેચ 10 ઓવરના રહેશે. જેમાં પાવર પ્લે 3 ઓવરનો રહેશે. પાવર પ્લેમાં બે ખેલાડી સર્કલ બહાર રહેશે. એક્શન થ્રો બોલિંગ નહીં ચાલે. ફાઇનલ મેચ 12 ઓવરનો રહેશે. જેમાં 4 ઓવર પાવર પ્લેનો રહેશે. 30 મિનિટ મોડી આવનાર ટીમને વોક આપવામાં આવશે. એમ્પાયરનો નિયમ આખરી રહેશે. કવોટર ફાઇનલ પછી એક ટીમનો ખેલાડી બીજી ટીમમાં રમી શકશે નહીં. તેમ યાદીમાં જણાવાયું છે.