વાલીઓ અને બાળકો મન મૂકીને ગરબે ઘૂમ્યા મોરબીઃ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ, નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિ સ્કૂલ દ્વારા RATRI BEFORE NAVRATRI નું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ- રામોજી ફાર્મમાં કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે રમ્યા હતા. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ,ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, કિરીટભાઈ ફુલતારીયા તીર્થક ગ્રુપ, નિલેશભાઈ રાણીપા DDO મોરબી, હિરલબેન વ્યાસ DY. DO.મોરબી, સિરામીક એસોસિએશનના પ્રમુખો વિનોદભાઈ ભાડજા, હરેશભાઈ બોપલીયા, કિરીટભાઈ ઓગણજા તેમજ જીતુભાઇ એરવાડીયા(સ્પાઇસ ગ્રુપ), હંસરાજભાઈ ગામી(સ્વારંગન સ્ટુડિયો), રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ દિનેશભાઈ વડસોલા, ડૉ. હડીયલ તેમજ નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નાના નાના ભૂલકાઓને ગરબે રમતા જોઈને પ્રફુલ્લિત થઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.દીપકભાઈ અઘારા (મંગલમ હોસ્પિટલ), મયુરીબેન કોટેચા તેમજ પંકજભાઈ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે બાળકો અને વાલીઓને ઇનામોથી સન્માનિત કરાયા હતા. ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા. અલગ અલગ કેટેગરીમાં બાળકો અને વાલીઓ વિજેતા જાહેર થયા હતા, જેમાં પ્રિન્સેસ- વ્રિષા પટેલ, પ્રિન્સેસ (રનર અપ)- ધ્યાના કોઠારી, પ્રિન્સ- શ્નારુ શિરવી, પ્રિન્સ (રનર અપ)- નામ્યા પરમાર, વેલડ્રેસ કેટેગરીમાં પ્લેગ્રુપ- સાચી પઢારીયા, શ્ર્લોકા ડઢાણીયા, રિવાંશ કોરડીયા, મિવાન પંડિત, નર્સરી- જેન્યા મેંદપરા, મીરા ભાલોડિયા , ઈવાન બજાણિયા, નિત્યા પટેલ, જુનિયર કેજી- પરી વડસોલા, આન્વી સુરાણી, ધ્રિત પરમાર, પ્રહન મિરાણી, સિનિયર કેજી- નવ્યા ગોહેલ, ખુશી કાવર, મંત્ર અઘારા, આરવ સુરાણી, વેલ પ્લે કેટેગરીમાં નર્સરીમાં- સ્વરા ઘોરીયાણી, ક્રિશિ છાત્રોલા, અક્ષર મારુ, વિવાન જીવાણી, જુનિયર કેજીમાં- દેવાંશી કપુર, પાર્થી મથાણિયા, શિવાંશ ઝાલરિયા, સિનિયર કેજી અને ધોરણ-1માં- જાન્યા કાનાણી, ધ્રિતી દેસાઈ, જોય ગોધાવિયા, રચિત પોપટ, વેલ ડ્રેસ પેરેન્ટસ કેટેગરીમાં ઉર્વશીબેન કોઠારી, અલ્પાબેન શિરવી, રિપેનભાઈ સંઘવી, વેલ પ્લે પેરેન્ટસ કેટેગરીમાં ભૂમિકાબેન ભાલોડિયા, રિદ્ધિબેન સરડવા, રવિભાઈ મકાસણા, સાગરભાઈ અંટાળા અને બેસ્ટ કપલ કેટેગરીમાં ચિરાગભાઈ પરમાર અને સ્વાતિબેન પરમારને ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તમામ વિજેતાઓને પી. ડી. કાંજીયા અને સમગ્ર નવયુગ પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કરીઅર અકેડમીના ડાયરેક્ટર દુષ્યંત પટેલ, પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પરેચા, વાઇસ પ્રિન્સિપાલ રશ્મિબેન, નેહામેડમ તેમજ તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.