પ્રોજેક્ટમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ની 66 kV અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની 11 kV ઓવરહેડ લાઈન મુખ્ય અવરોધરૂપમોરબી: મોરબી શહેરના નેશનલ હાઈવે 8A (હવે NH 364) પર શક્તિ ચેમ્બર નજીક બની રહેલા ફૂટ ઓવરબ્રિજના અધૂરા કામને લઇ ફરિયાદ કરવામાં આવી હતી. મેહુલ ગંભાવા દ્વારા પબ્લિક ગ્રિવેન્સ પોર્ટલ પર કરાયેલી ફરિયાદના જવાબમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ અંગે સ્પષ્ટતા કરી છે.NHAIના પ્રાદેશિક કાર્યાલય, ગાંધીનગર દ્વારા અપાયેલા માહિતી મુજબ, ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ અટકી જવાનું મુખ્ય કારણ પ્રોજેક્ટ વિસ્તારમાં આવેલી વીજળીની લાઈનો છે. આમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ની 66 kV અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની 11 kV ઓવરહેડ લાઈન મુખ્ય અવરોધરૂપ છે.NHAI એ જણાવ્યું કે વધુ વસ્તીવાળા આ વિસ્તારમાં હાઈ-ટેન્શન લાઈનોને કારણે સલામતીની ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે, જેના કારણે બાંધકામનું કામ આગળ વધારી શકાય તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોન્ટ્રાક્ટર દ્વારા ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ રદ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં આ પ્રસ્તાવની સમીક્ષા ચાલી રહી છે. આ અંગેની માહિતી પીડી, પીઆઈયુ-ગાંધીધામને પણ જાણ અને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી છે.