નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના શિક્ષકોનું વિધાર્થીઓને અનોખી રીતે શિક્ષણ આપવાનું સરાહનીય કાર્ય મોરબી : અત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉનનો સમય હોય તમામ શાળાઓ બંધ છે. તેથી, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા હોય કે બોર્ડનું ધોરણ છે તો વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરશે? આવા સંજોગોમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના શિક્ષકોએ સોશિયલ મીડિયા તેમજ ટેકનોલોજીનો સદઉપયોગ કરીને બીજા શિક્ષકો માટે એક પ્રેરણાદાયી કાર્ય શરૂ કર્યું છે. નવયુગના શિક્ષકો અમિતભાઇ દાઢણીયા અને મનીષભાઈ કાસુન્દ્રા વિદ્યાર્થીઓને ઘરેબેઠા રોજના 3 થી 4 કલાક ઓનલાઈન શિક્ષણ આપે છે એટલું જ નહીં, વિદ્યાર્થીઓની તમામ કવેરીઓ પણ સોલ્વ કરી આપવી તેમજ હોમવર્ક આપવું તેમજ ચેક પણ ઓનલાઇન કરી આપે છે. હંમેશા કઈક નવું કરતી નવયુગના શિક્ષકો પણ કંઈક નવું કરી બીજા શિક્ષકોને પ્રેરણા આપે છે. નવયુગ ગ્રુપના શિક્ષકોના આ કાર્યથી વાલી તેમજ વિદ્યાર્થી પણ ઉત્સાહિત થઈને પૂરતો તમામ સહયોગ આપે છે. વિદ્યાર્થીના અભ્યાસની ચિંતા કરતા આવા શિક્ષકોને નવયુગના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના શિક્ષકોનું વિધાર્થીઓને અનોખી રીતે શિક્ષણ આપવાનું સરાહનીય કાર્ય ખરેખર પ્રશંસનીય છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/