ટંકારા : ટંકારામાં નિર્માણ પામેલી નવનિર્મિત ટંકારા તાલુકા કોર્ટ બિલ્ડિંગનું આવતીકાલે તારીખ 10 એપ્રિલ ને ગુરુવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે. ટંકારના સર્કિટ હાઉસ નજીક લતીપર રોડ પર નવી તાલુકા કોર્ટનું નિર્માણ કરાયું છે. કોર્ટનું નવું બિલ્ડિંગ બનીને તૈયાર છે ત્યારે આવતીકાલે 10 એપ્રિલે સવારે 9-30 કલાકે લોકાર્પણ સમારોહ યોજાશે. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયધીશ બીરેન એ. વૈષ્ણવના હસ્તે ટંકારા તાલુકા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે મોરબી જિલ્લા ન્યાયાધીશ દિલીપ પી. મહિડા ઉપસ્થિત રહેશે.