વાંકાનેર : વાંકાનેર બાર એસો.ના નવા ચૂંટાયેલા પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલા તથા ઉપપ્રમુખ પ્રીત શાહ, સેક્રેટરી એસ.વી. પરાસરા, જોઈન્ટ સેક્રેટરી એમ.આર. સોલંકી, ખજાનચી એસ.એચ. શેરસિયા, કારોબારી વી.આર.બાંભવા, એ.એ. માથકિયા, બી.એસ.લુભાણી દ્વારા શહીદ સીડીએસ બિપિન રાવતને શ્રધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગેનનામદાર જજ રાણા સાહેબ, પટેલ સાહેબ તથા શર્મા સાહેબ હાજર રહ્યા હતા. રાણા સાહેબે મીણબતી પ્રગટાવી શહીદોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ વેળાએ સરકારી વકીલ દરજીભાઈ, સોલંકીભાઈ, આશાબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.