મોરબી જિલ્લામાં આ વર્ષે 12,176 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ માટે લક્ષ્યાંક અપાયોજૂન માસમાં પ્રવેશોત્સવ પૂર્વે લક્ષ્યાંક પૂર્ણ કરવા આંગણવાડી કાર્યકરોની દોડધામ, 15 દિવસમાં 1577 બાળકોને પ્રવેશ અપાયોમોરબી : મોરબી જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધારવાની સાથે આરોગ્યક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવાને અગ્રતા આપવાનું નક્કી કર્યું છે ત્યારે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ પૂર્વે જિલ્લામાં 12,176 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવા માટેનો લક્ષ્યાંક નક્કી કરી તમામ ટીમોને કામે લગાડી છે. છેલ્લા 15 દિવસમાં જ જિલ્લાના અલગ અલગ તાલુકામાં 1577 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ પણ આપવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં મોરબી અને વાંકાનેર તાલુકામાં બેબ્બે ઘટક અને હળવદ, ટંકારા અને માળીયા મિયાણા તાલુકામાં એક - એક ઘટકમાં કુલ મળી 761 આંગણવાડી કેન્દ્ર આવેલ છે. જેમાં હાલમાં જિલ્લામાં કુલ મળી 28,728 બાળકો આંગણવાડીમાં નોંધાયેલા છે.નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરે ચાલુ વર્ષમાં મોરબી જિલ્લામાં પ્રવેશોત્સવ શરૂ થાય તે પૂર્વે જ 12,176 નવા બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક આઇસીડીએસ વિભાગને આપ્યો છે. નવા ટારગેટ મુજબ આંગણવાડી કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને છેલ્લા 15 દીવાસમાં 1577 બાળકોને પ્રવેશ પણ આપવામાં આવ્યો છે.ક્યાં તાલુકામાં કેટલો ટાર્ગેટક્રમ#ઘટકનું નામ# આંગણવાડીની સંખ્યા # પ્રવેશ લક્ષ્યાંક૧ #હળવદ #૧૩૫ #૨૧૬૦૨ #માળિયા ૯૩ #૧૪૮૮#૩ #મોરબી-૧ #૧૨૩# ૧૯૬૮૪ #મોરબી-૨ #૧૦૪# ૧૬૬૪૫# ટંકારા #૭૫ #૧૨૦૦૬ #વાંકાનેર-૧# ૧૧૧# ૧૭૭૬૭ #વાંકાનેર-૨ #૧૨૦# ૧૯૨૦--- કુલ# ૭૬૧# ૧૨૧૭૬