મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબી દ્વારા પધ્ધતિસર દર વર્ષની જેમ આ વર્ષે પણ અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં કારોબારીની ઘોષણા કરવામા આવી હતી. ABVP મોરબી શાખા દ્વારા આજ રોજ અભ્યાસ વર્ગ યોજાયો હતો. તેમાં નગર અધ્યક્ષ તરીકે સંજયભાઈ વિરડીયા, નગર મંત્રી તરીકે મનદીપસિંહ ઝાલાના નિર્ણાયક નેતૃત્વનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ હતા. તેમજ નવનિયુક્ત કારોબારીમાં ABVP મોરબી દ્વારા આજ રોજ નગર અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં નગર અધ્યક્ષ તરીકે જસવંતભાઈ મીરાણી, નગર મંત્રી તરીકે સંદીપસિંહ જાડેજાની નિમણુક કરવામાં આવી હતી. નગર ઉપાધ્યક્ષ તરીકે જાનકીબેન મહેતા,નગર સહમંત્રી તરીકે વિશ્વરાજસિંહ જાડેજા, આર્યનભાઈ ત્રિવેદી, અક્ષીતાબેન જોશી, કેમ્પસ પ્રમુખ વીનેશભાઈ રાઠોડ,સહ પ્રમુખ શિવાંગભાઈ નાનક, કાર્યાલય મંત્રી આશિષસિંહ ઝાલા, સોશ્યિલ મીડિયા સંયોજક વિશાલભાઈ વિડજા, SFD સંયોજક કિશનભાઇ કાચા, સહ સંયોજક અહેસાનભાઇ બુખારી, કારોબારી સદસ્ય તરીકે હર્શભાઈ પંડ્યા, જયદીપભાઇ પાટીલ ,પુષ્પરાજસિંહ ઝાલા, હિતેશભાઈ પરમાર, યશભાઈ સોલંકી, ભવ્યભાઇ દેત્રોજા, રાહુલભાઇ પાટડિયા, ગરવિશભાઇ કારીયાની નિમણુક કરવામાં આવેલ છે. વિશેષમાં, પૂર્વ અને સ્થાયી કાર્યકર્તા સુખદેવભાઈ દેલવાણીયા, શકિતસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.