મોરબી : ભાજપ વિધાયક દળના નવનિયુક્ત નેતા ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા રાજ્યપાલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ તા.૧૩, સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ બપોરે ૨:૨૦ કલાકે રાજભવન ખાતે યોજાશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવનિયુક્ત નેતા અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે મળીને રાજ્યમાં તેમનાં નેતૃત્વની નવી સરકારની રચના માટેનો પ્રસ્તાવ રજૂ કરતો પત્ર સુપ્રત કર્યો હતો. રાજયપાલે તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેમને આવતી કાલે એટલે કે તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૧ને સોમવારના રોજ બપોરના ૨.૨૦ કલાકે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાશે. આ પ્રસંગે કાર્યકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોષી, બી.એલ.સંતોષજી, કેન્દ્રીય મંત્રીશ્રીઓ પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, રાજ્યમંત્રી મંડળના સદસ્યો, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..