મોરબી : મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ સમિતિ દ્વારા ચાલુ હોદેદારોની ટર્મ પૂરી થતાં કારોબારીની સહમતીથી નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે મોરબીના યુવા શિક્ષણવિદ કિશોરભાઈ આર. શુક્લની તથા મહામંત્રી પદે યુવા એન્જિનિયર કેયુરભાઈ એન. પંડ્યાની વરણી કરવામાં આવેલ છે.