મોરબી : દિવાળી અને બેસતા વર્ષના તહેવારો નજીક આવી રહ્યા હોવાથી લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ખાસ કૃને દિવાળી પછી શરૂ થતું નવું વર્ષ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જેમાં મોરબીના બગથળાના નંકલંક ધામની જગ્યાએ તા.26ને બુધવારે શરૂ થતું નવું વર્ષ નિમિતે બેસતા વર્ષના દિવસે ભગવાનને અન્નકૂટ ધરાશે. તેમજ મહાપ્રસાદ અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો ગામલોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.