મોરબી : માતૃશ્રી રામબાઈમાં મંદિર - વવાણીયા ખાતે આગામી તારીખ 14 /11/2023ને મંગળવારે સવારે 9:00 કલાકે નુતન વર્ષ સ્નેહમિલન, અન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદનું આયોજન દર વર્ષની જેમ કરાયું છે. આ મહોત્સવમાં સર્વે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવાયું છે. નુતન વર્ષ સ્નેહમિલન, અન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદના આ આયોજનમાં ધીરુભાઈ હરિભાઈ રાઠોડ - રાજકોટ, કિશોરભાઈ તથા અશોકભાઈ ઉગાભાઇ ડાંગર - રાજકોટ, ગોવિંદભાઈ રામભાઈ હુંબલ મુ.પરાપીપળીયા તથા લાભુભાઈ પ્રભાતભાઈ હુંબલ મુ.પરાપીપળીયા વગેરે અન્નકૂટ મહોત્સવના મુખ્ય સહયોગીઓ છે.