હળવદ: રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્ સંચાલિત સરસ્વતી શિશુમંદિર - ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨ નાં 'નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ કારતક સુદ પૂર્ણિમા, દેવ દિવાળી અને તા. ૫/૧૧/૨૦૨૫, સાંજે ૬:૦૦ વાગ્યે, સરસ્વતી શિશુમંદિર હોલ, સરા રોડ, હળવદ ખાતે યોજાશે.કાર્યક્રમનું ખાસ આકર્ષણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં શતાબ્દી વર્ષ નિમિત્તે ‘સંઘ ગીત’નો કાર્યક્રમ રહેશે. આ સમારોહનું મુખ્ય ધ્યેય કરોડો કાર્યકર્તાઓના ઘડતરમાં સંઘ ગીતોના યોગદાનને અનુભવવાનું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે વિદ્યાભારતી ગુજરાત પ્રાંતના મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ, એડવોકેટ મનસુખભાઈ સભાણી(સુરેન્દ્રનગર વિભાગ સહ સંપર્ક પ્રમુખ, જિલ્લા કાર્યવાહ, સુરેન્દ્રનગર, જિ. ડીજી), મોરબી સરસ્વતી શિશુમંદિર આચાર્ય વન્યાબેન પરમાર, તેમજ હળવદ મામલતદાર અલ્કેશ ભટ્ટ હાજર રહેશે. તેમજ કાર્યક્રમનાં અંતે મહા પ્રસાદનું આયોજન કરાયું છે. ત્યારે ઘનશ્યામભાઈ દવે (પ્રમુખ, રા.શિ.સે.પ્ર.) અને સમગ્ર હળવદ શિશુમંદિર પરિવાર દ્વારા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.