છેલ્લા 6 મહિનામાં સીએનજીના ભાવમાં 5 રૂપિયાનો વધારો થયોમોરબી : નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં ફરી એકવાર દોઢ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજથી અમલી બન્યો છે.1 જાન્યુઆરીથી ફરી 1.50 રૂપિયો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જૂનો ભાવ 77.27 રૂપિયા હતો જે 1 જાન્યુઆરીથી 79.26 રૂપિયા થઈ જશે. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂપિયાનું ભારણ વધશે. ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં 1 રૂપિયો વધારો કર્યો હતો. ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂપિયો વધારો કર્યો હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી દોઢ રૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.