મચ્છુ-3 અને ઘોડાધ્રોઇ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી હજુ દરવાજા ખુલ્લામોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ગઈકાલે વરસાદી માહોલ જામતા મોટાભાગના ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ મચ્છુ-3 અને ઘોડાધ્રોઇ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી હજુ દરવાજા ખુલ્લા છે.મચ્છુ 3 ડેમમાં પાણીની આવક હજુ નોંધાઈ રહી છે. જેના કારણે 1 દરવાજો 0.05 મીટર ખોલવામાં આવ્યો છે. ઘોડાધ્રોઈ ડેમમાં 1 દરવાજો 0.025 મીટર ખોલવામાં આવ્યો છે. જિલ્લામાં તમામ ડેમની સ્થિતિ જોઈએ તો ડેમી-3 ડેમ 2.68%, મચ્છુ-2 ડેમ 37.75%, મચ્છુ-1 ડેમ 63.72%, ડેમી-2 ડેમ 29.98%, ઘોડાધ્રોઇ ડેમ 93.79%, ડેમી-1 ડેમ 8.80%, બંગાવડી ડેમ 9.26%, બ્રાહ્મણી-1 ડેમ 100%, બ્રાહ્મણી-2 ડેમ 43.58% અને મચ્છુ-3 ડેમ 67.83% ભરાયેલો છે.