મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે ગતરાત્રીના મોરબી જિલ્લામાં પણ સચરાચર વરસાદ વરસતા જિલ્લાના 10 પૈકી નવ જળાશયોમાં નવા નીર આવવાના શ્રીગણેશ થયા છે. મોરબી સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ડેમ સાઈટ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 10 પૈકી નવ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે જેમાં મચ્છુ-1માં 0.00, મચ્છુ-2માં 0.85 ફૂટ, મચ્છુ-3માં 3.94 ફૂટ, ડેમી-1માં0.16, ડેમી-2માં0.66 ડેમી-3માં 0.98, ઘોડદ્રોઈમાં 0.98, બંગાવડીમાં 2.62, બ્રાહ્મણીમાં 0.59 અને બ્રાહ્મણી-2માં 0.16 ફૂટ નવા પાણીની આવક થઇ હતી. બીજી તરફ મોરબી જિલ્લાના દસેય ડેમ ઉપર છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં મચ્છુ-1 ઉપર 5મીમી, મચ્છુ-2 ઉપર 75 મીમી, મચ્છુ-3 ઉપર 66મીમી, ડેમી-1 ઉપર 40મીમી, ડેમી-2 ઉપર 20મીમી, ડેમી-3 ઉપર 50 મીમી, ઘોડદ્રોઈ ઉપર 42મીમી, બંગાવડી ઉપર 30મીમી, બ્રાહ્મણી ઉપર 50મીમી અને બ્રાહ્મણી-2 ઉપર 38 મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો હતો.