રવિ કિશોરભાઈ ઠક્કર પ્રમુખ અને રવિ રમેશભાઈ ખખ્ખર ઉપપ્રમુખ બન્યામોરબી અપડેટ (હળવદ): લોહાણા મહાપરિષદ દ્વારા હળવદ યુવા વિભાગની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. સમાજના યુવા નેતૃત્વને વધુ મજબૂત બનાવવા વિવિધ હોદ્દાઓ પર યુવા આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે.આ નવી કારોબારીમાં રવિ કિશોરભાઈ ઠક્કર (અનડકટ)ને પ્રમુખ તરીકે અને રવિ રમેશભાઈ ખખ્ખરને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, જયદીપ ઘનશ્યામભાઈ માણેકની મંત્રી તરીકે તેમજ હર્ષ ચેતનભાઈ ભીંડોરાની સહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બદલ સમાજના આગેવાનો તથા શુભેચ્છકોએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સમાજના વિકાસ, એકતા તથા યુવાનોના સશક્તિકરણ માટે સફળ કાર્યકાળની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.#MorbiUpdate #Halvad #LohanaMahaParishad #HalvadNews #YouthWing #LohanaSamaj #GujaratNews