જિલ્લા પંચાયતના વર્ગ-3ના બે કર્મચારીઓની ટીડીઓના પ્રમોશન સાથે બદલી મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકા વિકાસ અધિકારી તરીકે અધિકારીઓની નિમણુંક થઈ છે. જ્યારે ટંકારાના ટીડીઓની બદલી કરી તેમની જગ્યાએ બીજા અધિકારીને મુકવામાં આવ્યા છે. આ સાથે મોરબી જિલ્લા પંચાયતના વર્ગ-3ના બે કર્મચારીઓની ટીડીઓના પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે ટીડીઓ બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. સાથે વર્ગ- 3ના કર્મચારીઓને ટીડીઓના કામચલાઉ ધોરણે પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. ટંકારા ટીડીઓ નાગાજણભાઈ તરખાલાની રાજકોટ ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે ધોરાજી ટીડીઓ હર્ષવર્ધન જાડેજાની ટંકારા ટીડીઓ તરીકે અને તાલાલા ટીડીઓ જ્યોતિબેન બોરીચાની વાંકાનેર ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. આ સાથે કચ્છના નાયબ ચિટનીસ રિઝવાન કોંઢીયાને માળિયા ટીડીઓ તરીકે તેમજ જ્યોતિબેન પારેખને હળવદ ટીડીઓ તરીકે પ્રમોશન સાથે પોસ્ટીંગ અપાયું છે. ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતના નાયબ ચિટનીશ નિતાલીબેન ગઢવીને ગાંધીનગર વિકાસ કમિશનર ચિટનિશ તથા ગોવિંદભાઈ ચૌધરીને રાજુલા ટીડીઓ તરીકે પ્રમોશન સાથે પોસ્ટીંગ અપાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..