મોરબી : મોરબીના શનાળા પાસે આવેલા શક્તિ માઁના મંદિર સામે થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા નવા સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા હતા. જો કે આ સ્પીડ બ્રેકર ગણતરીના દિવસોમાં જ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં અગાઉ મોટા અને ઊંચા સ્પીડ બ્રેકર હોવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના નિવારણ માટે થોડા દિવસો પહેલા જ ટ્રાફિક પોલીસ અને R&B વિભાગ દ્વારા જૂના સ્પીડ બ્રેકર હટાવીને તેની જગ્યાએ નાના નવા સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા. જોકે, આ નવા સ્પીડ બ્રેકર અત્યારથી જ તૂટવા લાગ્યા છે, જેના કારણે કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે.#Morbi #MorbiUpdate #SanalaRoad #SpeedBreaker #MorbiNews #TrafficPolice #RoadSafety