મોરબી : કોલોરોબિયા ઇન્ડિયા કંપની દ્વારા નવા જાંબુડીયા પ્રા. શાળા તથા જુના જાંબુડીયા પ્રા. શાળાના ધોરણ 1-8ના 800 બાળકોને શૈક્ષણિક કીટ કે જેમાં એક જોડી યુનિફોર્મ,એક પાણી ની બોટલ,એક લંચબૉક્સ સાથે એક દફતર અને બંને શાળામાં એક - એક વોટર કૂલર શાળાને દાન પેટે અર્પણ કરેલ છે. આ દાનની અંદાજીત રકમ રૂ.14 લાખ રૂપિયા જેવી થાય છે.નવા જાંબુડીયા પ્રા શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી તથા જુના જાંબુડીયા પ્રા શાળાના આચાર્ય જયંતિભાઇ વ્યાસ દ્વારા આ કંપનીના આવેલા CEOનું સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભ માં કોલોરોબિયા ઇન્ડિયા કંપનીના CEO ખાસ ઇટાલીથી આવીને આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.તેમજ તેમને બંને શાળા તરફથી મોરબીના ગૌરવ સમાન નગરદરવાજાની પ્રતિકૃતિ ભેટમાં આપવામાં આવી હતી.