મોરબી : આજે મોરબીના સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા ગ્રીન સિટી ગુજરાત અંતર્ગત રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે લાયન્સ ક્લબ ઓફ મોરબીના નવા પ્રમુખ તરીકે હરખજીભાઈ ટી. સાવરીયાની નિમણૂક કરવામાં આવી હતી. નવા પ્રમુખની નિમણૂકને સૌએ વધાવી હતી અને હરખજીભાઈ સાવરીયાને અભિનંદન પાઠવ્યા હતા.