સરા રોડ પર લાઈનમાંથી કચરો સાફ કરવાને બદલે 6 લાખના ખર્ચે નવા પાઇપ નાખવાનું શરૂહળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર હાલમાં રોડ ખોદીને નવો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડ નીચે વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ સિમેન્ટની લાઈન નાખવામાં આવી હતી, જે યોગ્ય સ્થિતિમાં હોવા છતાં તેમાં માત્ર કચરો ભરાઈ ગયો હતો. પાલિકા તંત્ર દ્વારા આ કચરો બહાર કાઢીને સાફ કરાવવાને બદલે અંદાજે 6 લાખ રૂપિયાના ખર્ચે 80 મીટર સુધી નવા સિમેન્ટના પાઇપ નાખવામાં આવી રહ્યા છે.ગોઠણસમા પાણીમાં ભૂંગળા નાખવાની કામગીરીથી લીકેજનો ખતરોપાલિકા તંત્રની કામગીરી પર સવાલો ત્યારે વધુ ઘેરા બન્યા જ્યારે નવા ભૂંગળા નાખવાની રીત સામે આવી. નવા ભૂંગળા નાખવા માટે જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે. પાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ કર્યા વગર, આ ભરાયેલા પાણીની વચ્ચે જ નવા ભૂંગળા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.લીકેજના કારણે નવો આરસીસી રોડ તૂટવાની ભીતિગોઠણસમા પાણીમાં ભૂંગળા નાખવામાં આવતા હોવાથી તેનું સિમેન્ટથી વ્યવસ્થિત જોડાણ (વાટા મારવા) શક્ય નથી, જેના કારણે ભવિષ્યમાં તેમાંથી વરસાદી પાણી લીક થવાની પૂરેપૂરી શક્યતા છે. આ ભૂંગળાની ઉપર જ નવો આરસીસી (RCC) રોડ બનાવવામાં આવનાર છે. જો ભૂંગળામાંથી પાણી લીક થશે તો તેના કારણે નવો બનેલો આરસીસી રોડ પણ ટૂંક સમયમાં જ તૂટી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. એક તરફ પ્રજાના પૈસાનો વેડફાટ અને બીજી તરફ નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.#Halvad #HalvadNews #MorbiUpdate #SaraRoad #Municipality #CivicIssues #GujaratNews #PublicMoney