મોરબી : મોરબીમાં પરશુરામ યુવાગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમજ યુવા ગ્રુપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. શ્રી પરશુરામ યુવાગ્રુપ દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ દર વર્ષની જેમ પરશુરામ યુવાગ્રુપનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોમાં પ્રમુખ તરીકે અતુલભાઈ જોષી, મહામંત્રી તરીકે જયદિપભાઈ મહેતા અને બીજા મહામંત્રી તરીકે નયનભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પરશુરામ યુવાગ્રુપ મોરબીનાં પ્રમુખ રોહિતભાઇ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઇ દવે, મહામંત્રી કમલભાઈ દવે,મહામંત્રી નયનભાઈ પંડ્યા, મહિધર ભાઈ દવે,ઉદય જોશી, હર્ષ જાની,જીગર દવે, આદર્શ દવે, તેમજ શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.