NABHએ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે હોસ્પિટલના વિવિધ પાસાઓ તપાસી તેને પ્રમાણપત્ર આપે છે, આ પ્રમાણપત્ર ધરાવતી હોસ્પિટલ દર્દી માટે સૌથી વિશ્વાસપાત્ર હોય છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની આયુષ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે નવુ માઈલસ્ટોન હાંસલ કર્યું છે. કારણકે આ હોસ્પિટલને NABH પ્રમાણપત્ર મળ્યું છે. NABHએ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે હોસ્પિટલના વિવિધ પાસાઓ તપાસી તેને પ્રમાણપત્ર આપે છે, આ પ્રમાણપત્ર ધરાવતી હોસ્પિટલ દર્દી માટે સૌથી વિશ્વાસપાત્ર હોય છે. ઉલ્લેખનીય છે કે આજના યુગમાં આરોગ્ય સેવાના સ્તરને વધુ સુધારવા માટે વિવિધ ધોરણો અને પ્રમાણપત્ર પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આવી જ એક અગ્રણી સંસ્થા છે - NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers). NABH એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) સાથે સંકળાયેલી છે. NABH માન્યતા માત્ર એક પ્રમાણપત્ર નથી, પણ તે હોસ્પિટલમાં વ્યાવસાયિકતા, જવાબદારી અને દર્દી પ્રતિ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. NABH પ્રમાણપત્ર ધરાવતી હૉસ્પિટલ પર દર્દીઓ અને તેમના પરિવારજનનો વિશ્વાસ વધુ હોય છે.